
ઇતિહાસ
અંકલેશ્વર નગરપાલિકાની સ્થાપના સને ૧૮૭૨ મા થયેલ તા.૧૮ - ૫ - ૧૯૭૬ના રોજ કાયદેસરની બોર્ડ થયેલ ડીસ્ટ્રીક્ટ મ્યુનિસિપલ એક્ટ નીચે મ્યુનિસિપાલીટીનુ બંધારણ નક્કી કરેલ ન હતુ ૧૯૦૯ - ૧૦ મા પહેલા પ્રમુખ તરીકે શૈયદ ગુલામ હુસેનજી ઇમાનદાર નોમાયેલ ગુ.મ્યુ.એક્ટ ૧૯૬૫ થી શરુ થતા ૯ / ૫ / ૧૯૬૫ ના રોજ જનરલ ઇલેક્શન કરી ૪ / ૬ / ૧૯૬૫ ના રોજ પહેલી બોર્ડ મળેલ.
અંકલેશ્વર શહેર ઘણું મહત્વનું વિકસતું શહેર છે. અંકલેશ્વર મહાદેવના નામ ઉપરથી તેનું નામ અંકલેશ્વર પડ્યું છે. ઘણા ઉંચી જાતનાં પેટ્રોલીયમ અને કુદરતી ગેસના સંશોધન પછી અંકલેશ્વર શહેરની અગત્યતા ઘણી વધી છે. સને ૧૯૬૨ ના મે સુધી ૭૭ કુવાના સમારકામ પૂરા કરવામાં આવ્યા અને દરરોજનું ૧૨૦૦ ટન ઓઇલ મેળવવાનું શક્ય બનેલ. ત્યારબાદ ૧૯૬૨ - ૬૩ માં બીજા ક્રુડ ના કુવાના સારકામ કરવામાં આવ્યાં. અહીંથી ક્રુડ ઓઇલ ટ્રોમ્બે રીફાઇનરીમાં શુધ્ધીકરણ માટે મોકલવામાં આવે છે.





